રાજકોટના સરધાર પાસે ઉમરાણી ગામે વાડીમાં યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવકની પુત્રી છેલ્લા ત્રણેક દિવસથી દૂધ પીતી ન હતી અને સતત રડતી હોય દવાખાને દવા લઇને આવ્યા છતા રડતી હોય આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરાણી ગામે હકાભાઇ બકુતરાની વાડીએ ખેતમજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા શિવા રાજુભાઇ વાસકલ (ઉ.20) એ રાત્રીના ઝેરી દવા પી જતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતા આજીડેમ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક છેલ્લા સાતેક માસથી ઉમરાણી ગામે પરિવાર સાથે ખેતમજૂરીકામ કરતો હોય અને ત્યા જ રહેતો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે અને તે પુત્રી છેલ્લા ત્રણેક દિવસથી સતત રડતી હોય અને દૂધ પીતી ન હાેય અને દવાખાને પણ લઇ ગયા હતા છતાં દૂધ પીતી ન હોય અને રડતી હોય તેની ચિંતામાં આ પગલું ભરી લીધાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.