દેશમાં એપ્રિલ-ઑક્ટોબર દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ નિકાસ 4.22 ટકા વધીને 14.57 અબજ ડોલર નોંધાઇ છે. ગત મહિને નેગેટિવ ટ્રેન્ડ છતાં એકંદરે એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન નિકાસમાં વૃદ્વિ જોવા મળી છે. વાણિજ્ય મંત્રાલય હેઠળની સંસ્થા ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ ઉદય ભાસ્કરે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં કુલ નિકાસ ગત નાણાકીય વર્ષના 24.62 અબજ ડોલરથી વધીને 27 અબજ ડોલર રહેશે તેવી આશા છે.
દેશની નિકાસ જુલાઇમાં 0.32 ટકા અને ઓગસ્ટમાં 5.45 ટકા ઘટી હતી પરંતુ સપ્ટેમ્બરમાં તેમાં 8.47 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. મને આશા છે કે આગામી મહિનામાં તેમાં વધુ રિકવરી જોવા મળશે અને તે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 27 અબજ ડોલરને આંબશે.
ગત નાણાકીય વર્ષ દરમિયાન નિકાસ 13.98 અબજ ડોલર રહી હતી. દેશની કુલ નિકાસમાં યુએસ, કેનેડા અને મેક્સિકો, યુરોપ તેમજ આફ્રિકાનો હિસ્સો 67.5 ટકા છે. અમારી વેક્સિનની નિકાસનું પરફોર્મન્સ નબળું છે અને રશિયા-યુક્રેન યુદ્વના પરિબળોને બાદ કરતાં પોઝિટિવ સાઇડ પર છીએ.