હિંમતનગરની યુવતીને હિંમતનગરના કાંકણોલના સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતોમાં કંકાસ કરી ત્રાસ આપવા સહિત પતિના પર સ્ત્રી સાથેના સંબંધો મામલે વિરોધ નોંધાવતા તલાક તલાક તલાક કહી છૂટાછેડા આપી દેવાના કેસમાં ચોથા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ અર્પિત.એ.જાનીએ પતિને એક વર્ષની સાદી કેદ અને 3000 રૂપિયા દંડ ફટકાર્યો હતો. સરકારી વકીલ એસ.ડી.વાઘેલાએ જણાવ્યું કે નવો કાયદો આવ્યા બાદ આ પ્રથમ હુકમ થયો છે.
નવો કાયદો આવ્યા બાદ આ પ્રથમ હુકમ થયો
સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે હિંમતનગરના હબીબમિયાં હુસેનમિયાં શેખની દીકરી અંજુમનબાનુએ મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 માં કાંકણોલના રહેવાસી પતિ સાજીતખાન, સસરા અકબર ખાન ભુરેખાન પઠાણ, સાસુ ઝરીનાબાનું અને જેઠાણી ફરનાઝબાનું આસિફખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ઘરકામ જેવી નાની નાની બાબતોમાં કંકાસ કરી તેમના પતિ પરસ્ત્રી સાથે આડો સંબંધ ધરાવતા હોય તેનો વિરોધ કરતાં સાસરિયાની ચઢવણીથી પતિએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મકાન લેવા માટે રૂ.6 લાખની માંગણી કરી ત્રણ વખત તલાક તલાક તલાક બોલી છૂટાછેડા આપી દીધા હતા.
ત્રણ વખત તલાક તલાક તલાક બોલી છૂટાછેડા આપી દીધા
આ મામલે હિંમતનગરના ચોથા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ એસ.ડી.વાઘેલાએ રજૂ કરેલ પુરાવા અને ભોગ બનનારના નિવેદન વગેરેને ગ્રાહ્ય રાખી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અર્પિત.એ.જાનીએ સાસુ સસરા અને જેઠાણીને છોડી મૂકી આરોપી પતિ હાર્ડકોર ક્રિમિનલ નથી પ્રથમ ગુનો છે.