પાટણ શહેરમાં 2015માં સમાવાયેલા વિકસિત અને આઉટગ્રોથ વિસ્તારોમાં ભુગર્ભ ગટર લાઈન નાંખવામાં આવ્યા બાદ તેનાં વિવિધ પંપીંગ સ્ટેશનો સાથે જોડાણ કરવામાં આવ્યા છતાં આ પાઇપલાઇનને પાટણ-ચાણસ્મા હાઈવેને ચિરતી પાટણ-મહેસાણા રેલ્વે લાઇન નીચેથી પસાર કરવાની મંજુરી અત્યાર સુધી મળતી ન હોવાથી વિકસીત વિસ્તારની ભુગર્ભ ગટરોનું ક્રિયાન્વયન શકય બનતું નહોતું, પરંતુ પાટણ નગરપાલિકા સહિત ગુજરાત પાણ પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, જી.યુ.ડી.સી., ભુગર્ભ ગટર ચેરમેન જયેશભાઇ પટેલ, અમદાવાદનાં સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી સહિતનાં અગ્રણીઓની રેલ્વે મંત્રાલયમાં સતત રજૂઆતોનાં પગલે આખરે રેલ્વે મંત્રાલયે પાટણનાં ચાણસ્મા હાઇવે પરનાં રેલ્વે ઓવરબીજ અને ફાટક પાસે નહેરની સમાંતર પસાર થતી રેલ્વે લાઇન નીચેથી પાઇપલાઇનને પુશીંગ પધ્ધતિ દ્વારા પસાર કરવાની મંજુરી મળી જતાં આજથી આ પાઇપલાઇન નાંખવાની કામગીરીનો પ્રારંભ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને તેની નિયુક્ત એજન્સી દ્વારા કરાયો છે. આજે આ પ્રારંભ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, જયેશભાઇ પટેલ, કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ, કિશોરભાઇ મહેશ્વરી, ગિરીશભાઇ પટેલ, રચનાબેન સોની સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ કામની શરુઆત રેલ્વે ફાટક પાસે આવેલી એક સોસાયટી નજીક રેલ્વે ફાટક પાસે જેસીબીથી 370 મીટર ઊંડો ખાડો કરીને કરાઇ હતી. આગામી 10 થી 15 દિવસમાં રેલ્વે વિભાગે આપેલી મંજુરી મુજબ પુસિંગ પધ્ધતિથી રેલ્વે લાઇન નીચેથી પૂર્વ તરફ 17 મીટર ને પશ્ચિમ તરફ 17 મીટર એમ 34 મીટર લંબાઇનું પુશીંગ કરીને પહેલાં અંદરના ભાગે 450 ડાયામીટરની અને બાદમાં 600 ડાયા મીટર ની આ પુશીંગ પર થતાં જ પાટણ નગરપાલિકાની હદમાં ઉમેરાયેલા નવા વિસ્તારો પૈકી માતરવાડીથી હાંસાપુર પંપીંગ સ્ટેશન અને અત્રેથી પંપીંગથી ગટરનાં પાણી ઉપાડીને આ ઉપરોક્ત તથા રેલ્વે લાઇન નીચેનાં જોડાણ મારફત પદ્મનાથ ચાર રસ્તા સુધી નંખાયેલી પાઇપમાં જોઇન્ટ કરીને વહેતું કરાશે.