ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે લીગ સ્ટેજની મેચ મોહાલીના PCA આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં લખનઉ સુપરજાયન્ટ્સે પંજાબ કિંગ્સને 56 રને હરાવ્યું હતું. પંજાબ કિંગ્સને 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં પંજાબ 19.5 ઓવરમાં 201 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ તરફથી સૌથી વધુ અથર્વ તાયડેએ 36 બોલમાં 66 રન ફટકાર્યા હતા. તેના પછી સેકન્ડ હાઇએસ્ટ રનસ્કોરર જીતેશ શર્માએ 10 બોલમાં 24 રન બનાવ્યા હતા. LSG તરફથી સૌથી વધુ યશ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. તો નવીન ઉલ હકે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈને 2 વિકેટ અને માર્કસ સ્ટોઇનિસને 1 વિકેટ મળી હતી.
258 રનના પહાડ જેવા મળેલા ટાર્ગેટને ચેઝ કરતા પંજાબની શરૂઆત ખાસ રહી નહોતી. પાવરપ્લેમાં ટીમે 2 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવન અને પ્રભસિમરન 9 રન બનાવીને આઉટ થયા હતા.