Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

2 ડિસેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 503 પોઈન્ટ ઘટીને 85,138 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 143 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, તે 26,032 પર બંધ થયો છે.


સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો જોવા મળ્યો. એશિયન પેઇન્ટ્સ, મારુતિના શેર 3% સુધી વધીને બંધ થયા. HDFC બેંક, ICICI બેંક અને ઇન્ડિગોમાં 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો.

NSEના ફાર્મા ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી, જ્યારે મીડિયા, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી રહી.

એશિયન બજારો: કોરિયાનો કોસ્પી 1.90% વધીને 3,994 પર, જાપાનનો નિક્કેઈ 0.03% વધીને 49,303 પર અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.24% વધીને 26,095 પર બંધ થયો છે.
અમેરિકન બજારો: 1 ડિસેમ્બરે ડાઉ જોન્સ 0.90% ઘટીને 47,289 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં પણ 0.38% અને S&P 500 માં 0.53% નો ઘટાડો રહ્યો.

Recommended