બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં રવિવારે એક નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા હતા. રોઇટર્સના જણાવ્યા અનુસાર, પ્લેન પહેલા એક બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું અને તે જ બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ પછી નજીકની ફર્નિચરની દુકાન પર ક્રેશ થઈ ગયું.
એરિયા ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું - હું રાજ્ય સંરક્ષણ દળો સાથે ગ્રામાડોમાં પ્લેન ક્રેશના સ્થળે છું. ઈમર્જન્સી ટીમો હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે વિમાનમાં સવાર કોઈ મુસાફર બચ્યો નથી.
રાજ્યના પબ્લિક સેફ્ટી ઓફિસના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 15 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.