અમેરિકાની પોલીસની નિર્દયતા ફરી એકવાર સામે આવી છે. ધરપકડ દરમિયાન પોલીસે એક આરોપીને નિર્દયતાથી માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી, 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી AP અનુસાર, આ ઘટના અરકાંસસ પ્રાંતના ક્રૉફર્ડ કાઉન્ટીની છે. અહીં 3 પોલીસકર્મીઓ એક શંકાસ્પદને પકડવા આવ્યા હતા. પણ તે ભાગી જવાના પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તેને પકડીને લાતો-મુક્કાથી માર માર્યો હતો. આ ઘટના 21 ઓગસ્ટના રોજ બની હતી. જો કે, હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે એક અજાણ્યો શખ્સ કોઈ દુકાનદારને ધમકાવી રહ્યો છે. તે કઈ બાબતે ધમકી આપી રહ્યો હતો, તેની માહિતી આપવામાં આવી ન હતી. પોલીસ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદની પૂછપરછ કરી હતી. પછી તેણે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એક પોલીસકર્મીને ધક્કો માર્યો હતો. આ પછી પોલીસે તેને ઘેરી લીધો અને તેને જમીન પર પછાડી દીધો હતો. પોલીસકર્મીઓએ ઘૂંટણ નીચે તેની ગરદન દબાવી રાખી હતી અને તેને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા.