બાંગ્લાદેશે શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારતને રાજદ્વારી નોટ મોકલી છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને આ વાતની પુષ્ટિ કરી છે
આ પહેલાં ગૃહ મામલાના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. હકીકતમાં 5 ઓગસ્ટે તખતાપલટ બાદ શેખ હસીનાએ ભાગીને ભારતમાં આશરો લીધો હતો. ત્યારથી તેઓ અહીં છે.
જ્યારે શેખ હસીનાના ભારતથી પરત ફરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે જહાંગીરે કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુનેગારોની આપ-લે અંગે સમજૂતી છે. આ સમાન કરાર હેઠળ કરવામાં આવશે.
બાંગ્લાદેશમાં તખતાપલટ પછી રચાયેલી યુનુસ સરકારે હસીના વિરુદ્ધ હત્યા, અપહરણથી લઈને રાજદ્રોહ સુધીના 225થી વધુ કેસ નોંધ્યા છે. એ જ સમયે બાંગ્લાદેશ સરકારે ચેતવણી આપી છે કે ભારતમાં રહીને હસીનાએ આપેલાં નિવેદનો બંને દેશોના સંબંધોને બગાડી રહ્યા છે.