પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી છે. તેની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે તેને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર છે, પરંતુ હજુ પણ ચિંતાજનક છે.
તમને જણાવી દઈએ કે શનિવારે જ કાંબલીની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ હતી. એ જ દિવસે તેને તાત્કાલિક થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલતમાં હજુ પણ સુધારો નથી.
દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના બે પ્રખ્યાત શિષ્ય- સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી ત્રીજી ડિસેમ્બરે મુંબઈમાં તેમના જન્મદિવસ પર તેમના કોચના સ્મારકના અનાવરણ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન તેંડુલકર અને કાંબલી વચ્ચે હેન્ડશેકનો સીન સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.