Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના સ્પેસક્રાફ્ટ પાર્કર સોલર પ્રોબે 24 ડિસેમ્બરની સાંજે સૂર્યની અત્યંત નજીક પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે. નાસાનું આ સ્પેસક્રાફ્ટ સૂર્યથી લગભગ 61 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું. આ વિશ્વનું પ્રથમ યાન છે જેણે આવો રેકોર્ડ બનાવ્યો છે.

એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટ 1 જાન્યુઆરીએ તેની સ્થિતિ અને શોધનો વિગતવાર ડેટા મોકલશે. સૂર્યની નજીકથી પસાર થતી વખતે સ્પેસક્રાફ્ટની ઝડપ 6.9 લાખ કિમી/કલાકથી વધુ હતી. તે સમયે આ યામ 982 ડિગ્રી સેલ્સિયસની ગરમીનો સામનો કરી રહ્યું હતું. આટલી તીવ્ર ગરમી છતાં તેને કોઈ નુકસાન થયું ન હતું.

સૂર્યનું બાહ્ય વાતાવરણ જેમાંથી પાર્કર પસાર થયું હતું તેને કોરોના કહેવામાં આવે છે. સૂર્ય અને આપણા સૌરમંડળ પર તેની અસરને સમજવાની દિશામાં આ એક મોટું પગલું છે.