ચીનના હેકર્સ દ્વારા અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને હેક કરવાનો મામલો સામે આવ્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીનના રાજ્ય પ્રાયોજિત હેકરે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના થર્ડપાર્ટી સોફ્ટવેર પ્રોવાઈડરની સિસ્ટમમાં ઘૂસીને ઘણા એમ્પલોઈ વર્કસ્ટેશનો અને કેટલાક બિનવર્ગીકૃત દસ્તાવેજો મેળવ્યા હતા.
આ ઘૂસણખોરી ડિસેમ્બરની શરૂઆતમાં થઈ હતી, જેના વિશે ટ્રેઝરી વિભાગે માહિતી આપી છે. વિભાગે સાંસદોને પત્ર લખીને આ અંગે જાણકારી આપી છે. આ હેકિંગને 'મોટી ઘટના' ગણાવતા, વિભાગે માહિતી આપી છે કે એફબીઆઈ અને અન્ય એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે કે તેના શું પરિણામો આવી શકે છે.