360 વન વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટ 2023માં ગુજરાતની અમીરી ઉડીને આંખે વળગે છે. હુરુન ઈન્ડિયાની અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ભલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના મૂકેશ અંબાણી પછી બીજા ક્રમે રહ્યા પરંતુ ગુજરાતના અમીરોની યાદીમાં ગૌતમ અદાણી અને પરિવાર રૂ. 4.74 લાખ કરોડની નેટવર્થ સાથે પ્રથમ ક્રમે રહ્યા છે. ગુજરાતના 110 ઉદ્યોગપતિઓ 360 વન વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટ 2023માં સામેલ રહ્યા છે તેમાંથી 50% રિચ-લિસ્ટર્સ તો અમદાવાદમાં જ રહે છે. એટલે જ ગુજરાતના વેલ્થ ક્રિએટર્સ માટે અમદાવાદ સૌથી વધુ પસંદગીનું સ્થળ બની રહ્યું છે એમ કહી શકાય.
ગુજરાતના કુલ 110 વેલ્થ ક્રિએટર્સમાં 94 ઉદ્યોગપતિઓ માત્ર અમદાવાદ, સુરત અને વડોદરાના
હુરુન રિચ લિસ્ટ 2023 અનુસાર, ગુજરાતના 110 વેલ્થ ક્રિએટર્સમાં અમદાવાદના 55, સુરતના 27 અને વડોદરાના 12 ઉદ્યોગપતિઓ સામેલ છે. આ યાદીમાં ત્રણ વુમન રિચ-લિસ્ટર પણ સામેલ છે અને તેમાં રૂ. 1600 કરોડની સંપત્તિ સાથે સ્વાતિ એસ. લાલભાઈ સૌથી ધનાઢ્ય મહિલા તરીકે મોખરે રહ્યા છે.