21 નવેમ્બર, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 401 પોઈન્ટ ઘટીને 85,232 પર બંધ થયો. નિફ્ટી પણ 124 પોઈન્ટ ઘટીને 26,068 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરમાંથી 18 શેરમાં ઘટાડો થયો, જ્યારે 12 શેરમાં તેજી રહી. ટાટા સ્ટીલ, HCL ટેક અને બજાજ ફાઇનાન્સના શેર 2.7% સુધી ઘટ્યા. મારુતિ સુઝુકી 1% વધીને બંધ થયા.
નિફ્ટીના 50 શેરમાંથી 33 શેર ઘટીને બંધ થયા, જ્યારે 17 શેરમાં તેજી રહી. FMCG સિવાય, NSEના બધા સેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો થયો. PSU બેંકો, રિયલ્ટી અને મેટલ શેરોમાં 2% થી વધુ ઘટાડો થયો.