પાકિસ્તાનમાં એક રોડ અકસ્માતમાં 13 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર થયો હતો. આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 19ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે - હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માતનું કારણ શું હતું. જોકે, એવું માનવામાં આવે છે કે વરસાદને કારણે બસ બીજી લેનમાં ગઈ હતી.
પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા
પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ 'એક્સપ્રેસ ટ્રિબ્યૂન'ના જણાવ્યા અનુસાર - આ દુર્ઘટના કલ્લાહ કહાર વિસ્તારમાં થઈ હતી. અહીં વરસાદ પડી રહ્યો હતો. બસ ખૂબ જ ઝડપથી બીજી લેનમાં ગઈ અને ડિવાઈડર પણ તોડી નાખ્યું. પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. 8 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા છે.
32 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 19ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે ડ્રાઇવર અને બસ માલિક સામે ગુનો નોંધ્યો છે.