ભારતીય વિદેશ મંત્રાલયે યમનમાં જેલમાં બંધ ભારતીય નર્સ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી ફાંસીની સજાની પુષ્ટિ કરી છે. યમનના રાષ્ટ્રપતિએ ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે, જોકે વિદેશ મંત્રાલયે આશ્વાસન આપ્યું છે કે સરકાર આ મામલે તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે.
કેરળની રહેવાસી નિમિષા પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો આરોપ છે. નિમિષાએ 2017માં મહદીને ડ્રગનો ઓવરડોઝ આપીને મારી નાખ્યો હતો.
નિમિષા અને મહદી યમનમાં એક પ્રાઈવેટ ક્લિનિકમાં પાર્ટનર હતાં. આરોપ છે કે મહદીએ નિમિષાનો પાસપોર્ટ કબજે કરી લીધો હતો અને તેને ટોર્ચર કરતો હતો. નિમિષાને એક મહિનામાં સજા થશે.