Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો તાબૂત મંગળવારે રાત્રે લંડન પહોંચી. લંડનનો વેસ્ટમિન્સ્ટર હોલ બુધવારે મહારાણીનો તાબૂત અંતિમ દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવશે. લોકો પહેલા જ ત્યાં પહોંચી ગયા હતા. આની પહેલાં સ્કોડલેન્ડના એડિનબર્ગમાં સેન્ટ ગિલ્સ કેથેડ્રલમાં હજારો લોકોએ મહારાણીનાં અંતિમ દર્શન કર્યાં.


બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ સ્કોડલેન્ડના બાલમોરલ કેસલમાં અવસાન થયું હતું. કિંગ ચાર્લ્સ સાથેના શાહી પરિવારના સભ્યો રાણીના તાબૂતની પાછળ ચાલતા જોવા મળે છે.

રાણીના પાર્થિવદેહને બુધવારે સાંજે 5 વાગ્યે( સ્થાનિક સમય) વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે. અંતિમ દર્શન કરવા લોકોને 5 કિમી લાંબી લાઈનમાં રાહ જોવી પડશે. લોકો 4 દિવસ સુધી મહારાણીનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી શકશે. કેટલાક લોકોએ પોતાની જગ્યા પહેલાંથી આરક્ષિત કરી લીધી છે.