રાજકોટ શહેરમાં 3 જાન્યુઆરીની રાત્રે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં શહેરના 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોક નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, એક કાર BRTS ટ્રેકની રેલિંગ તોડીને પલટી મારી રસ્તા પર ઉંધી પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયરન્સ કરાવવા કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી.