પડધરી કોમ્યુનિટી હોલ ખાતેના મેદાનમાં દરરોજ સવારે પાંચથી સાત કલાક સુધી નિશુલ્ક યોગ સાધના નિશુલ્ક શીખવવામાં આવી રહી છે. જેનો લાભ મોટી સંખ્યામાં સાધકો લઇ રહ્યા છે. આ તકે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ અનિલભાઈ ત્રિવેદી, વંદનાબેન રાજાણી, હિતેશભાઈ કાચા, અમિતાબેન બાવનીયા, જ્યોતિબેન રોજાલાની ઉપસ્થિતિમાં અનિલભાઈ ત્રિવેદીએ યોગ વિશે વિશેષ માહિતી આપી અને રોગ અનુસાર આસનનો અભ્યાસ તેમજ ધ્યાન અને પ્રાણાયામ પ્રત્યક્ષ કરાવ્યા હતા.
આ ઉપરાંત બાળકો માટે સમર કેમ્પની માહિતી આપી હતી. આ યોગ શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે સરપંચ વિજયભાઈ પરમારે ઉપસ્થિત રહી યોગને જીવનનું અભિન્ન અંગ બનાવી નિરોગી રહેવા સમજ આપી હતી. આ યોગાભ્યાસ આગામી 21 જૂન સુધી ચાલુ રહેશે તેમ ઉમેર્યું હતું