લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ત્યારે રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે ઘણી ઊથલપાથલ જોવા મળી હતી. આ વખતે એટલે કે લોકસભાની 2024ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો. આજે આ મતદાનની ટકાવારી આઠેય બેઠક પર ભાજપ હેટ્રિક ફટકારે છે કે કેટલી બેઠક ગુમાવશે તે તો પરિણામ જાહેર થયે જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં સતત સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠક પર ભગવો લહેરાયો હતો. આ વખતે ક્યાંકને ક્યાંક રાજકીય ઉથલપાથલો ભાજપને કેટલી અસર કરશે તે આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે