પાંડેસરા શ્રમ વિસ્તારમાં નાનીને ત્યાં રહેતી 6 વર્ષની બાળકી પર તેના જ પડોશમાં રહેતા નરાધમે રેપ કરવાના ઈરાદે પોતાના રૂમમાં લઈ ગયો હતો. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો. આથી નાનીએ પડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો. નાનીએ પડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા.
નાનીએ આજુબાજુમાં રહેતા લોકોને મદદ માટે બોલાવ્યા હતા. સ્થાનિકોએ પહોંચી રૂમનો દરવાજો ખોલાવી પડોશીની બરાબરની ધોલાઈ કરી 100 નંબર પોલીસને જાણ કરી હતી. આથી પાંડેસરા પોલીસ દોડી આવી હતી. હવસખોર પડોશી અનિરુદ્ધ અનુજ અમરલાલસીંગ(28)ને પકડી પાડી પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરી છે. વળી આરોપીને 6 વર્ષની બાળકી અંકલ કહેતી હતી. નાનીએ બૂમ ન પાડી હોત તો કદાચ બાળકી સાથે હવસખોરે રેપ પણ કર્યો હોત ! હાલમાં પાંડેસરા પોલીસે આરોપી અને બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપી છે.