Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની6. છેલ્લી સુપર-12 લીગ મેચ દરમિયાન એક ફેન તિરંગો લઈને મેદાનમાં ઘુસી ગયો હતો. સિક્યોરીટીને હાથતાળી આપીને તે ભારતીય કેપ્ટન રોહિત શર્માની નજીક પહોંચી ગયો હતો અને તેની સાથે વાત કરતાં તે રડવા લાગ્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેને પકડીને મેદાન પરથી બહાર કર્યો હતો. આ ફેન પર 6.50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભારતે આ મેચ 71 રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ટીમ ઈન્ડિયાના 187 રનના ટાર્ગેટનો પીછો કરતા 16.4 ઓવર સુધી ઝિમ્બાબ્વેની ટીમે 9 વિકેટના નુકસાને 111 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 1 વિકેટની જરૂર હતી. ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત હતી. હાર્દિક પંડ્યા 17મી ઓવરનો 5મો બોલ નાંખવા માટે તૈયાર હતો. ત્યારે જ આ ભારતીય ફેન મેદાનમાં ઘુસી ગયો. જેના કારણે થોડો સમય મેચ રોકી દેવામાં આવી હતી.