Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023ની પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી પીડાદાયક હારનો બદલો પણ લઇ લીધો છે. પછી, લોર્ડ્સમાં ફાઈનલ અને સુપર ઓવર ટાઈ થયા પછી પણ ઈંગ્લેન્ડ બાઉન્ડ્રી-કાઉન્ટના આધારે ચેમ્પિયન બન્યું હતું.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ઇંગ્લિશ ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લિશ ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. 283 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડના ટોપ-3 બેટ્સમેનોએ 36.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમે એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રએ અણનમ સદી ફટકારી હતી. બંને વચ્ચે 273 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી.

રૂટ-બટલરે ઈંગ્લિશ ટીમને સંભાળી
ટીમના 118 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવ્યા બાદ રૂટ અને બટલરની જોડીએ ઈંગ્લિશ ટીમને સંભાળી લીધી હતી. બંનેએ 72 બોલમાં 70 રનની ફિફ્ટીની ભાગીદારી કરી હતી. આ પોર્ટનરશિપ મેટ હેનરીએ જોસ બટલરને આઉટ કરીને તોડી હતી.