મહાકુંભમાં મકરસંક્રાંતિ પર પ્રથમ શાહી સ્નાન માટે 50 થી વધુ દેશોમાંથી ભક્તો આવ્યા હતા. સમૂહમાં સંતો સાથે ભક્તિ ગીતો ગાયાં. નાગા ઋષિ-મુનિઓના દર્શન કરવા માટે વિદેશી ભક્તો સવારના 3 વાગ્યાથી જ ઉભા રહ્યા હતા. તેમના ગુરુઓ સાથે સંગમમાં સ્નાન કર્યું. એપલના કો-ફાઉન્ડર જોબ્સ સ્ટીવની પત્ની લોરેન પોવેલ મહાકુંભ દરમિયાન બીમાર પડી ગયા છે.
સ્વામી કૈલાશાનંદ ગિરીએ મંગળવારે ANIને કહ્યું- લોરેન પોવેલ મારા કેમ્પમાં આરામ કરી રહી છે. તેમને એલર્જી છે. તે આટલી ભીડવાળી જગ્યાએ ક્યારેય ગઈ નથી. તે ખૂબ જ સરળ સ્વભાવનાં છે. પૂજા દરમિયાન તેમણે અમારી સાથે સમય વિતાવ્યો. આપણી પરંપરા એવી છે કે જેમણે તેને અગાઉ જોઈ નથી તેઓ પણ તેમાં ભાગ લેવા માગે છે.
તમને જણાવી દઈએ કે સોમવારે પોવેલે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ મહાકુંભ મેળામાં આવ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 29મી જાન્યુઆરી સુધી મેળામાં રહેશે. સ્વામી કૈલાશાનંદ ગિરીજીએ તેનું નામ કમલા રાખ્યું છે.