હવે સામાન્ય લોકો માટે લોન મળવી વધુ મુશ્કેલ થઇ શકે છે. RBIએ બેન્કોને સલાહ આપી છે કે કોઇ રિટેલ ગ્રાહકને લોન આપવી કે નહીં તે નિર્ણય લેવા માટે ક્રેડિટ સ્કોર ઉપરાંત અરજદારનો ડેટ સર્વિસ રેશ્યિો તેમજ ડેટ ટૂ ઇનકમ રેશ્યિો પણ ધ્યાનમાં રાખવામાં આવે. ડેટ સર્વિસ કવરેજ રેશ્યિો (ડીએસસીઆર) અત્યારની લોન ચૂકવવા માટે અરજદાર પાસે ઉપલબ્ધ રોકડનો ગુણોત્તર છે.
ડેટ ટૂ ઇનકમ રેશિયો (ડીટીઆઇ) લોન લેનારના કુલ માસિક લોનની ચૂકવણીને તેમની માસિક આવકથી વિભાજિત કરીને ટકાવારી તરીકે કાઢવામાં આવે છે.
RBIના માસિક બુલેટિન અનુસાર, રિટેલ લોનમાં ઝડપી વૃદ્ધિને ધ્યાનમાં રાખતા અરજદારોની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ડીએસસીઆર અને ડીટીઆઇ જેવા સ્ટ્રક્ચરલ ટૂલ્સના ઉપયોગ પર વિચાર કરવામાં આવશે.