Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતમાં પ્રી-ઓન્ડ કાર્સની સતત વધી રહેલી માગને જોતાં યુઝ્ડ-વ્હિકલઇન્ડસ્ટ્રી ઝડપથી અસંગઠિત ક્ષેત્રમાંથી સંગઠીત ક્ષેત્રની દિશામાં આગળ વધી રહી છે. સર્ટિફાઇડ કાર્સ વાજબી કિંમતે ઉપલબ્ધતા, સરળ ફાઇનાન્સિંગ તેમજ નવી કાર ખરીદવામાં લાંબા વેઇટિંગ પિરિયડ જેવાં પરિબળોને કારણે યુઝ્ડ-કાર્સ તરફ ગ્રાહકોનું આકર્ષણ વિશેષ કરીને કોવિડ મહામારી બાદ વધ્યું છે.


દેશમાં હાલ યુઝ્ડ કાર માર્કેટનું કદ વાર્ષિક 50 લાખ યુનિટ્સને પાર કરી ગયું છે, જેની સામે ન્યૂ કાર માર્કેટનું કદ લગભગ 40 લાખ યુનિટ્સની આસપાસ છે. કેલેન્ડર વર્ષ 2022માં નવી કારનું વેચાણ 38 લાખ યુનિટ હતું. કાર્સ24ના સહ-સ્થાપક ગજેન્દ્ર જાંગીડના જણાવ્યા અનુસાર લોકોની આવકમાં વધારાને જોતાં હવે પેસેન્જર કારની સાથે હવે એસયુવીની પણ મોટી માગ રહી છે.

પાંચેક વર્ષ અગાઉ એસયુવીની ડિમાન્ડનો ટ્રેન્ડ શરૂ થયો હતો તે હવે યુઝ્ડ માર્કેટ સુધી વિસ્તર્યો છે. આ માર્કેટમાં 90 ટકા લોકો એવા હોય છે જે પહેલીવાર કાર ખરીદવા ઇચ્છે છે. નવી કાર માર્કેટમાં આ રેશિયો 50 ટકા સુધી હોઈ શકે.