સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરવાની માગ કરતી PILની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની એ દલીલને ધ્યાને લીધી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે 29 નવેમ્બરે કુંભમાં નાસભાગની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ અરજદારને હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતું.
હકીકતમાં સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ કુંભમાં નાસભાગને લઈને પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં દેશભરમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા આપવા અને નિયમોનું પાલન કરવાની માગ કરવામાં આવી હતી.
મૌની અમાવસ્યાના દિવસે 28/29 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 1.30 વાગ્યે સંગમ નાકે નાસભાગ મચી ગઈ હતી. ટોળાએ લોકોને કચડી નાખ્યા હતા. સરકારના જણાવ્યા અનુસાર, 30 લોકોના મોત થયા છે અને 60 લોકો ઘાયલ થયા છે.