રાજકોટ ખાતે રહેતા મૃતક પ્રવિણસિંહ પઢીયાર તેમના વેવાઇ સિધ્ધરાજસિંહ ડાભી પ્રયાગરાજ ખાતે મહાકુંભના સ્નાન માટે ગયા હતા સાથે પ્રવિણસિંહના પત્ની અને સિધ્ધરાજસિંહના પત્ની પણ હતા. ચારેય કુંભ સ્નાન કરી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા દરમિયાન ગઇકાલે રાત્રે નાથદ્વારા ખાતે લેઉવા પટેલ ભવન ખાતે રોકાણ કર્યુ હતું. ત્યાં અચાનક પ્રવિણસિંહને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો જેથી તત્કાલ પ્રવિણસિંહને નાથદ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા જેની જાણ પરિવારજનોને કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રવિણસિંહને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે તેઓ કોઠારીયા રોડ પર કેસ-ડાયલનું કારખાનુ ચલાવતા હતા. આજ રોજ તેમના મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો હતો.
અન્ય બનાવમા રાજકોટ આજીડેમ પોલીસ મથકમાં છગન બીજલ, મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથા,રોનક નાથા, પોપટ વશરામ, કેસુબેન વસરામ, ચના વસરામ, સામજી બચુભાઈ અને અક્ષીત છાયા સહિત કુલ 21 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. ધરપકડ બાદ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. આરોપી છગન બીજલ રાઠોડએ રાજકોટ સેશન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી. જે જામીન અરજી નામંજુર થતા આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા આરોપી દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.