Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉત્તરાખંડના ચમોલીમાં શુક્રવારે સવારે 7.15 વાગ્યે હિમસ્ખલનને કારણે 57 મજૂરો બરફ નીચે દટાઈ ગયા હતા. આ ઘટના ચમોલીના માણા ગામમાં બની હતી.


બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ની ટીમ ચમોલી-બદ્રીનાથ હાઈવે પર માણા અને બદ્રીનાથ વચ્ચે બરફ હટાવવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન બરફનો પહાડ તૂટી પડ્યો. 57 મજૂરો 8 કન્ટેનર અને એક શેડ અંદર દટાઈ ગયા હતા.

સેનાના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળતાની સાથે જ આઈબેક્સ બ્રિગેડના 100થી વધુ જવાનો તરત જ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. જેમાં ડોકટરો અને એમ્બ્યુલન્સ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. સવારે 11.50 વાગે ટીમે પાંચ કન્ટેનર શોધી કાઢ્યા અને 10 મજુરોને બચાવ્યા હતા. આ લોકોને જોશીમઠ અને માણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 10માંથી 4ની હાલત ગંભીર છે.

સેનાના જણાવ્યા અનુસાર બાકીના 3 કન્ટેનરોની પણ શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 16 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. 41ની શોધખોળ ચાલુ છે. આર્મી ઉપરાંત NDRF, SDRF, ITBP અને BROની ટીમો સ્થળ પર છે.