T20 વર્લ્ડ કપની સુપર-8 સ્ટેજની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે સર વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યો છે. એશ્ટન અગર અને નાથન એલિસના સ્થાને મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ પ્લેઇંગ-11માં પરત ફર્યા છે. જ્યારે બાંગ્લાદેશે પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યા છે. ઝાકીર અલીની જગ્યાએ મેહસી હસનને લીધો છે.
મિચેલ સ્ટાર્કે પહેલી ઓવરના ત્રીજા જ બોલે વિકેટ ઝડપી હતી. તેણે તન્ઝીદ હસનને બોલ્ડ કર્યો હતો. એડમ ઝામ્પાએ 58 રનની ભાગીદારી તોડી હતી. તેણે લિટન દાસને બોલ્ડ કર્યો હતો. તો ગ્લેન મેક્સેવેલે રિશાદ હુસૈનને ઝામ્પાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય છે. ટીમે ગ્રૂપ સ્ટેજમાં તેની તમામ મેચ જીતી હતી. બીજી તરફ બાંગ્લાદેશે 4માંથી 3 મેચ જીતી હતી.