Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના પૂજારી કાંકરના જંગલમાં ગુરુવારે પણ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. એન્કાઉન્ટરમાં 10-12 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે.

બસ્તરના આઈજી સુંદરરાજ પી.એ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. બીજાપુર, ડીઆરજી સુકમા, ડીઆરજી દંતેવાડા, કોબ્રાની અલગ-અલગ બટાલિયન અને લગભગ 1200થી 1500 સીઆરપીએફ જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા છે.

જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર છે, જેમાં કેટલાક મોટા નક્સલી લીડર પણ સામેલ છે. બીજાપુરમાં જ IED બ્લાસ્ટમાં બે જવાન ઘાયલ થયા છે.

IEDની ચપેટમાં આવ્યા જવાનો ગુરુવારે બપોરે બીજાપુર જિલ્લાના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોબ્રા બટાલિયનના બે જવાનો IEDને ચપેટમાં આવ્યા હતા. સાથી સૈનિકોએ તેમને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પુટકેલ કેમ્પના સૈનિકો સર્ચ ઓપરેશનમાં ગયા હતા.

નક્સલવાદીઓએ આ વિસ્તારમાં પહેલેથી જ IED લગાવી દીધું હતું. આ દરમિયાન સૈનિકોના પગનું દબાણ IED પર પડતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. બંને જવાનોને પગમાં ઈજા થઈ છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.