Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતમાં એક ઘરેલુ શાકાહારી થાળીનો ભાવ ઓક્ટોબર 2024માં વાર્ષિક ધોરણે 17% ઘટીને ₹27.8 થયો હતો. મૂડી બજાર કંપની ક્રિસિલે તેના ફૂડ પ્લેટ ખર્ચના માસિક ઇન્ડિકેટરમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2024માં શાકાહારી થાળીનો ભાવ ₹33.3 હતો.


ક્રિસિલના રાઈસ રોટી રેટ (RRR) રિપોર્ટમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં શાકાહારી થાળીના ભાવમાં 1%નો ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં શાકાહારી થાળીનો ભાવ ₹28.1 હતો.

દરમિયાન, ઓક્ટોબર 2024માં માંસાહારી થાળીનો ભાવ વાર્ષિક ધોરણે 12% ઘટીને ₹54.4 થયો. ઓક્ટોબર 2024માં માંસાહારી થાળીનો ભાવ ₹61.6 હતો.

માસિક ધોરણે સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં માંસાહારી થાળીના ભાવમાં 3%નો ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં માંસાહારી થાળીનો ભાવ 56 રૂપિયા હતો.