ગુજરાત ATS ની ઈન્ફોર્મેશન મોડી મળી હોત અને ટીમ સમયસર ન પહોંચી હોત તો અયોધ્યા પર હુમલો થવામાં ત્રણેક દિવસ જ બાકી હતા, કારણ અબ્દુલ રહેમાન ફરીદાબાદથી ગ્રેનેડ લઈને પરત દિલ્હી અને ત્યાંથી અયોધ્યા જ જવાનો હતો’ એજન્સીના અધિકારીએ કહ્યું કે, તેણે લાકડા અને પાઈપથી AK47 જેવું મોડલ તૈયાર કર્યું હતું. શક્ય છે કે આ મોડલથી તે હથિયાર પકડવાની ટ્રેનિંગ પણ લેતો હોય. ગ્રેનેડ ફોડવાની ટ્રેનિંગ પણ ઓનલાઈન વીડિયો જોઈને જ મેળવી હતી. ઉપરોક્ત સ્ફોટક ખુલાસા અને શંકા અબ્દુલ રહેમાનના હરિયાણા અને ગુજરાત પોલીસના સંયુક્ત ઈન્ટ્રોગેશન બાદ વ્યક્ત કરાઈ છે. હજુ પણ અબ્દુલ રહેમાનની પૂછપરછ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ તેના પરિવારે તેમનો દીકરો નિર્દોષ હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. જો કે, પોલીસે પરિવારના સભ્યોથી માંડીને ફોન પર અબ્દુલ રહેમાન સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિનું ઈન્ટ્રોગેશન અને તેમની હિલચાલ પર સર્વેલન્સ વધારી કાઢ્યું છે.
હરિયાણામાં અબ્દુલ રહેમાનની પૂછપરછ કરનારા એક સિનિયર અધિકારીનું કહેવું છે કે, અબ્દુલ રહેમાન પાસેથી અયોધ્યા મંદીર અને ત્યાં સુધી પહોંચતા રસ્તાઓના એવા નકશા મળ્યાં છે કે જેને જોઈને કોઈ અજાણ્યો હુમલાખોર પર હુમલો કરી શકે. દરેક પોઈન્ટ નકશામાં બતાવાયા છે.