Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નંબર 05054/05053 બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સને સમાન રચના, સમય, હોલ્ટ અને માર્ગ પર વિશેષ ભાડા પર લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

27 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી
આ અંગે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 05054 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવારે 22.45 વાગ્યે ઉપડશે અને સોમવારે 06.25 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેનને 28મી ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 05053 ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શુક્રવારે ગોરખપુરથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનને 27મી ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે.

કયા-કયા સ્ટેશન આવશે?
આ ટ્રેનના માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા,રતલામ, કોટા, ગંગાપુર સિટી, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, આઈશબાગ, બાદશાહનગર, ગોંડા , બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં આરક્ષિત સેકન્ડ ક્લાસ સીટિંગ અને અનરિઝર્વ્ડ જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.