શહેરમાં મોટામવા પાસેના સ્પિડવેલ પાર્ટી પ્લોટ નજીક આવાસના ટાઉનશિપમાં રહેતા વૃદ્ધાને પાડોશીના મિત્રએ ઉછીના આપવાનું કહી લઇ ગયા બાદ રૂ.6 લાખ પરત નહીં આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુસુમબેન ફ્રાન્સિસભાઇ ફર્નાડીસ (ઉ.65)ના પતિ બાદ પુત્ર ડેનીનું અવસાન બાદ તે રાજકોટમાં મવડી વિસ્તારમાં પુત્રી રહેતી હોય જેથી તે પણ રાજકોટ રહેવા આવ્યા હતા અને એકાદ વર્ષ પહેલા તેનું મહારાષ્ટ્ર ખાતે મકાન વેચાતા તેને 14 લાખ રૂપિયા આવ્યા હતા જેથી તેને રાજકોટમાં મકાન ખરીદવાનું હોય જેથી પાડોશમાં રહેતા હરૂભાને વાત કરી હતી. જેથી હરૂભાએ તમારે મકાનમાં રોકાણ ન કરવું હોય તો મારા મિત્ર વિમલ ભીમજીભાઇ પૂજારાને પૈસાની જરૂર છે જેથી તેને હાલ ઉછીના પૈસા આપો ત્રણેક માસ બાદ તમને પૈસા આપી દેશે તેમ કહ્યું હતું.
બાદમાં તેને વિમલને હાથ ઉછીના 6 લાખ આપ્યા હતા અને લખાણ પણ કરાવી લીધું હતું અને બે ચેક પણ લીધા હતા અને તેની પાસે પૈસાનો સમય પૂરો થતા તેની પાસે ઉઘરાણી કરી હતી તેને 50 હજારનો ચેક આપ્યો હતો અને તે ચેક વટાવવા જતા રિટર્ન થયો હતો. જેથી તેની સાથે વાત કરતા તેને કહ્યું કે મે તમને અગાઉ પણ ચેક આપ્યા છે હવે મારે તમને કાંઇ પૈસા આપવાના નથી તમારે જે કરવું હોય તે કરી લેજો કહેતા તેને ફરિયાદ કરતા તાલુકા પોલીસે વિમલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.