Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

T20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. સોમવારે(31 ઓક્ટોબર)એ BCCI દ્વારા આ પ્રવાસ માટે ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 T20 અને ત્રણ વનડે મેચ રમાશે. આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાના સીનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી છે. વનડે ટીમની કેપ્ટનશીપ શિખર ધવનના હાથમાં રહેશે.

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ કેપ્ટન & વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ કેપ્ટન & વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. એટલે આ તમામ પ્લેયર T20 વર્લ્ડકપ 2022 બાદ પોતાના ઘરે જશે. ભારતીય ટીમ હજુ ઓસ્ટ્રેલિયામાં છે અને T20 વર્લ્ડ કપ રમી રહી છે, તેવામાં ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયાની નજીક જ છે. એટલા માટે ટીમના બાકી ખેલાડીઓને આ પ્રવાસ બાદ ઘર પરત ફરવાનું રહેશે. નવેમ્બર બાદ ડિસેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે.

ઉત્તરપ્રદેશના ઑલરાઉન્ડર યશ દયાલને પહેલી વખત ટીમ ઇન્ડિયામાં મોકો આપવામાં આવ્યો છે. તેઓ બાંગ્લાદેશમાં વનડે સીરીઝ રમશે. યશ લેફ્ટ આર્મ પેસર અને રાઇડ હેન્ડ બેટર છે. મધ્યપ્રદેશના રજત પાટીદારને પણ આ ફૉર્મેટમાં જગ્યા આપવામાં આવી છે.