રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળશે.આ બેઠકમાં 100 જેટલા કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ સરકારની નવી માર્ગદર્શિકા મુજબ અરજદારોને રૂબરૂ પણ સાંભળવામાં આવશે. અંદાજિત 25 જેટલા અરજદારને રૂબરૂ સાંભળવામાં આવે તેવી શકયતા છે. આ બેઠક જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને મળશે.બેઠક દરમિયાન બન્ને પક્ષને રૂબરૂ સાંભળવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે.
આ સિવાય સ્થાનિક પ્રશ્નોના જિલ્લા કક્ષાએ ઉકેલ માટે ફરિયાદ અને સંકલનની બેઠક શનિવારે 15મી માર્ચે યોજાશે. સવારે 11 કલાકે યોજાનાર બેઠકમાં અરજદારોના પ્રશ્ન સાંભળવામાં આવશે.