ઇજિપ્ત સરકાર છેલ્લાં કેટલાંક વર્ષમાં દેશના અર્થતંત્રને સંભાળવામાં નિષ્ફળ રહી છે. શિક્ષણ જે કોઇ પણ દેશની ઉન્નતિનો આધાર મનાય છે. તે હવે ઇજિપ્તના મધ્યમ વર્ગીય પરિવારો માટે હતાશાનું કારણ બન્યું છે. વધતી વસતી અને શિક્ષણ પર બંધારણીય 4%થી ઓછો ખર્ચ કરવાથી અહીંની જાહેર સ્કૂલોનું શિક્ષણ સ્તર ઘટી રહ્યું છે. આ સ્થિતિમાં 35% મોંઘવારી સામે ઝઝૂમી રહેલા પરિવારોને પોતાનાં બાળકોના અભ્યાસ માટે મજબૂરીથી મોંઘી ખાનગી સંસ્થાઓ તરફ જવું પડ્યું છે.
ઇજિપ્તના લોકો સરકારની તુલનામાં શિક્ષણ પર દોઢ ગણો વધુ ખર્ચ કરે છે. જે અન્ય દેશોની તુલનામાં ખૂબ વધુ છે. લોકોનું કહેવું છે કે શિક્ષણ જ તેમનાં બાળકોના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવી શકે છે એટલે તેઓ પોતાનો ખર્ચ પણ ઘટાડી રહ્યા છે. નિષ્ણાતોના મતે શિક્ષણ પાછળ ઓછો ખર્ચ સાર્વજનિક સ્કૂલોને ખતમ કરે છે. તે શિક્ષકોને સાર્વજનિક કક્ષાને બદલે શ્રેષ્ઠ જીવન આપતી ખાનગી સંસ્થાઓમાં પોતાનો સમય અને મહેનત કરવા પ્રોત્સાહિત કરે છે. બે વર્ષ પહેલાં ઇજિપ્તની સરકારે પરીક્ષામાં ફેરફાર કર્યો હતો. તે કોઇ પણ વિષયના રટણને બદલે તેને સમજવા પર જોર મૂકવાનો પ્રયાસ હતો. તેનો ઉદ્દેશ્ય આ ખાનગી સંસ્થાઓના વ્યાપને ઘટાડવાનો પણ હતો, કારણ કે આ સંસ્થાઓમાં ગોખવાની પદ્ધતિને જ પ્રાથમિકતા અપાય છે.