કોલકાતા ખાતેની શિક્ષણ પ્લેટફોર્મ ક્રિઝાક લિમિટેડ ટૂંક સમયમાં તેનો ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લોન્ચ કરશે. કંપનીના IPO પેપર્સને માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ IPOની ઇશ્યૂ સાઈઝ રૂ. 1,000 કરોડ છે.
અગાઉ, ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) 18 નવેમ્બર 2024ના રોજ સેબીમાં ફાઇલ કરવામાં આવ્યું હતું. ક્રિઝાક લિમિટેડનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે. તેનો અર્થ એ કે કંપનીના હાલના પ્રમોટર્સ રૂ. 1,000 કરોડના ઇક્વિટી શેર વેચશે. આ ઇશ્યૂની ફેસ વેલ્યુ પ્રતિ શેર રૂ. 2 છે. કંપની યુનિવર્સિટીઓને રિક્રુટમેન્ટ સર્વિસ પૂરી પાડે છે.
કંપનીએ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે IPOનો 50% હિસ્સો રિઝર્વ રાખ્યો છે. આ ઉપરાંત, 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે અને બાકીનો 15% હિસ્સો નોન-ઈન્સેટીટ્યુશનલ રોકાણકારો (NII) માટે રિઝર્વ છે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે.