મૂડીઝે વર્ષ 2023 દરમિયાન ખાદ્યપદાર્થો તેમજ એનર્જીની ઉંચી કિંમતોને કારણે અર્થતંત્રની વૃદ્વિ રોકાવવાની અને સામાજીક તણાવ વધવાની શક્યતાને પગલે વિશ્વના દેશોની ક્રેડિટ યોગ્યતાને નેગેટિવ આઉટલૂક આપ્યું છે. તદુપરાંત નાણાકીય સ્થિતિ અને આર્થિક નુકસાન દેવાના બોજને બિનટકાઉ સ્તર તરફ ધકેલી દેશે, જ્યારે ઋણ ખર્ચમાં વધારાથી દેવા અંગેની ક્ષમતામાં ઘટાડો થશે.
વિશ્વના 13 દેશને આવરી લેવાયા છે. જ્યાં ભારત જેવો દેશ આગામી વર્ષે દેવાની ચૂકવણી માટે પોતાની કુલ આવકમાંથી 20 ટકા હિસ્સો ખર્ચ કરશે. મૂડીઝ જણાવ્યું હતું કે, વર્ષ 2023 માટે અમારો ધિરાણપાત્રતા માટેનો આઉટલુક નકારાત્મક છે. મોંઘવારી ઘટવાની શરૂઆત થશે પરંતુ ખાદ્યપદાર્થો અને એનર્જીની કિંમતો ઊંચી રહેશે જેને કારણે આર્થિક વૃદ્વિદર રુંધાશે તેમજ સામાજીક તણાવમાં વધારો થશે.
વર્ષ 2023 દરમિયાન ઉચ્ચ કિંમતો તેમજ સખત નીતિગત પગલાંને કારણે ગ્રાહક ખર્ચ, રોકાણ તેમજ ઇકોનોમિક સેન્ટિમેન્ટને અસર થતા વૈશ્વિક જીડીપી ગ્રોથ વર્ષ 2022ના 3 ટકાથી ઘટીને 1.7 ટકા રહેશે. એશિયા અન્ય દેશોને માત આપશે. ભારત જેવા વિશાળ એશિયન દેશોમાં સ્થાનિક વપરાશ, રોકાણ અને પ્રવાસન ક્ષેત્રે ફરીથી સામાન્ય થતા વૃદ્વિ 4.5 ટકાની આસપાસ રહેશે. વૈશ્વિક વૃદ્વિદર વર્ષ 2023માં ઘટશે અને 2024 દરમિયાન તે મંદ રહેશે.