ટેક અબજોપતિ ઇલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર)એ ભારત સરકાર વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં કાનૂની અરજી દાખલ કરી છે. કંપનીનો દાવો છે કે સરકાર માહિતી ટેક્નોલોજી અધિનિયમ (IT એક્ટ)ની કલમ 79(3)(b)નો દુરુપયોગ કરીને પ્લેટફોર્મ પર કન્ટેન્ટને બ્લોક કરી રહી છે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ મામલો આજે 20 માર્ચ, 2025ના રોજ ચર્ચામાં આવ્યો, જ્યારે Xએ સરકારના આ પગલાને "ગેરબંધારણીય" અને "મનસ્વી સેન્સરશિપ" ગણાવ્યું. કંપનીનું કહેવું છે કે સરકાર આ જોગવાઈનો દુરુપયોગ કરીને ગેરકાયદે સેન્સરશિપ સિસ્ટમ બનાવી રહી છે, મનસ્વી રીતે ઓનલાઈન કન્ટેન્ટને બ્લોક કરી રહી છે.
સરકાર પર ગેરકાયદે રીતે સેન્સરશિપ લાગુ કરવાનો આરોપ X દલીલ કરે છે કે IT એક્ટની કલમ 79(3)(b) સરકારને બ્લોક કરવાની સત્તા આપતી નથી, પરંતુ સરકાર કલમ 69Aની જગ્યાએ એનો ઉપયોગ કરી રહી છે, જ્યારે 2015માં 'શ્રેયા સિંઘલ કેસ'માં સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કન્ટેન્ટને ફક્ત કલમ 69A હેઠળ અથવા કોર્ટના આદેશ દ્વારા જ બ્લોક કરી શકાય છે.
કંપનીએ સરકાર પર 'સહયોગ' નામના પોર્ટલ દ્વારા સોશિયલ મીડિયા પર કન્ટેન્ટને બ્લોક કરવા માટે એક સમાંતર અને ગેરકાયદે સિસ્ટમ બનાવવાનો આરોપ મૂક્યો હતો. આ પોર્ટલ ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા સંચાલિત છે, જ્યાંથી વિવિધ સરકારી મંત્રાલયો અને પોલીસ વિભાગો કન્ટેન્ટ દૂર કરવાના આદેશો જારી કરી શકે છે.
Xની દલીલ: 'સહયોગ' પોર્ટલમાં જોડાવવું જરૂરી નથી Xએ કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે કોઈપણ કાયદો કંપનીને 'સહયોગ' પોર્ટલમાં જોડાવવા માટે ફરજ પાડતો નથી. કંપનીનું કહેવું છે કે તેણે પહેલાંથી જ IT નિયમો હેઠળ ફરજિયાત અધિકારીઓની નિમણૂક કરી દીધી છે અને 'સહયોગ' પોર્ટલ માટે અલગ અધિકારીની નિમણૂક કરવાની કોઈ જરૂર નથી. સરકારે હજુ સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી કરી નથી