મંગળવાર, 27 મે ના રોજ, સેન્સેક્સ 624.82 પોઈન્ટ ઘટીને 81,551.63 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 174.95 પોઈન્ટનો ઘટાડો થયો. તે 24,826.20ના સ્તરે બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેરમાં તેજી અને 25 શેર ઘટ્યા. અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર સૌથી વધુ 2.21% ઘટ્યો. ITC, ટાટા મોટર્સ, NTPC સહિત કુલ 10 શેર 1%થી વધુ ઘટ્યા હતા. ઇન્ડસઇન્ડ બેંક 2.6%ની તેજી રહી.
નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેરોમાં ઘટાડો થયો હતો જ્યારે 10 શેરોમાં તેજી રહી. NSEના ઓટો, IT અને FMCG ઈન્ડેક્સ લગભગ 1% ઘટ્યા. ફાર્મા, રિયલ્ટી અને પીએસયુ બેંક સેક્ટરમાં સામાન્ય તેજી રહી.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે બજાર હવે કોન્સોલિડેશના તબક્કામાં એન્ટ્રી કરી શકે છે. હાઈ વેલ્યુએશન પર વેચાણમાં વધારો થઈ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ પાસે પૂરતી રોકડ હોવાથી, કોઈપણ ઘટાડા પર ખરીદીની શક્યતા પણ છે.