રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીને મેસેચ્યુસેટ્સના ગવર્નર મૌરા હીલીએ પ્રતિષ્ઠિત ગવર્નર પ્રશસ્તિપત્રથી નવાજ્યા છે. આ પ્રશસ્તિપત્ર નીતા અંબાણીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, દયાળુ પરોપકારી અને સાચા વૈશ્વિક પરિવર્તનકર્તા તરીકે ઓળખાવે છે.
શિક્ષણ, આરોગ્યસંભાળ, રમતગમત, કલા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં પરિવર્તનશીલ કાર્ય પ્રત્યેના તેમના જીવનભરના સમર્પણને માન્યતા આપવા માટે નીતા અંબાણીને આ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું છે. અંબાણીએ ભારત અને અન્યત્ર લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે.
બોસ્ટનમાં આ પ્રસંગે નીતા અંબાણીએ હાથથી બનાવેલી શિકારગાહ બનારસી સાડી પહેરી હતી. તાજેતરમાં, નીતા અંબાણીને ઇન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડ્સ (IBLA)ના 20મા સંસ્કરણમાં 'બ્રાન્ડ ઇન્ડિયામાં ઉત્કૃષ્ટ યોગદાન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.