દુનિયા બદલાઈ રહી છે અને દરરોજ દરેક વસ્તુમાં નવો-નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લગ્નોમાં પણ આજકાલ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો રાતને બદલે દિવસે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ભારત, અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હકીકતે, દિવસનાં લગ્ન કરવાનું મોટું કારણ એ છે કે તેમાં ખર્ચ ઓછો થાય છે. બીજું કારણ મેરેજ હોલનું સસ્તું બુકિંગ અને યોજના બનાવવી સૌથી સરળ રહે છે.
ઓેએફડી કન્સલ્ટિંગની મેધન એલી અનુસાર દિવસે લગ્ન કરવા ઓછા ઔપચારિક હોય છે, તેનાથી બધું સરળતાથી થઈ જાય છે અને તે મોંઘુ પણ ઓછું પડે છે. અમેરિકાન બેટ્સી અને ગેબ્રિયલ માર્ટિનેજ એક એવું યુગલ છે જેમણે આ નવા ચલણને અપનાવ્યું અને ગયા મહિને દિવસે લગ્ન કર્યા. ગેબ્રિયલ અનુસાર દિવસે લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો એને જે દેખાય છે તે એ છે આરામદાયક વાતાવરણ. તેના મુજબ જ્યારે દિવસે લગ્ન થયાં તો કેટલાક ખાસ રીતિ-રિવાજોનું પાલન કરાયું, જેથી લગ્ન જલદી પૂરાં થયાં. આ કારણે તેને ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળી. આ સાથે જ તેમણે લગ્ન માટે દિવસનો સમય એટલા માટે પસંદ કર્યો જેથી તે વસંતની રોશનીનો આનંદ લઈ શકે.
મેરિજ પ્લાનર્સનું માનીએ તો દિવસનાં લગ્નમાં ન માત્ર ખર્ચમાં ઘટાડો થાય છે પરંતુ તે ઉજવણીને વધુ સહજ અને સુરક્ષિત પણ બનાવે છે. આવાં લગ્નોમાં દારૂનું સેવન પણ ઓછું કે ના બરાબર થાય છે. જેથી તણાવમાં પણ ઘટાડો થાય છે. આ પ્રકારનું ચલણ અપનાવી યુગલો તેના હિસાબે વધુ સરળ રીતે લગ્નની ઉજવણી કરી શકે છે. લોન સ્પોર્ટ્સ અને લાઈવ સંગીત જેવી બાબતો પણ દિવસે વધુ સારી લાગે છે. ત્યારે, આજકાલ રાતનાં લગ્ન કરનાર યુગલો પણ રાત્રે 10 વાગ્યા પહેલાં તેમનાં લગ્ન સંપન્ન કરવાની કોશિશ કરી રહ્યાં છે.