વર્તમાન નાણાવર્ષ 2024-25ના પ્રથમ છ મહિના દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 26%ની વૃદ્ધિ સાથે તે $42.1 અબજ વધ્યું છે, જે સાથે જ હવે ભારતે આ સદીની શરૂઆતથી $1 ટ્રિલિયનની એફડીઆઇનો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. ભારતે તેની આર્થિક સફરમાં એક મહત્વપૂર્ણ સિમાચિહ્ન હાંસલ કરતા, એપ્રિલ 2000 બાદથી $1 ટ્રિલિયનનું વિદેશી રોકાણ મેળવ્યું છે.
વાણિજ્ય અને ઔદ્યોગિક મંત્રાલયે જણાવ્યું હતું કે આ ગ્રોથ વૈશ્વિક રોકાણના હબ તરીકે ભારતના વધતા આકર્ષણને દર્શાવે છે. એફડીઆઇએ નોંધપાત્ર નોન ડેટ ફાઇનાન્સિયલ સ્ત્રોત પૂરા પાડવા ઉપરાંત મજબૂત ટેક્નોલોજી ટ્રાન્સફર અને રોજગારી માટેની તકો ઉભી કરીને દેશના વિકાસમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે