Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે IPL-2024ની શરૂઆત જીત સાથે કરી છે. નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપમાં CSKએ સિઝનની શરૂઆતની મેચમાં RCBને 6 વિકેટથી હરાવ્યું હતું.


ચેપોક સ્ટેડિયમ, ચેન્નઈમાં ટૉસ જીતીને RCBએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. RCB તરફથી અનુજ રાવતે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 20 બોલમાં માત્ર 21 રન જ બનાવી શક્યો હતો. મુસ્તફિઝુર રહેમાને 4 વિકેટ લીધી હતી. જવાબમાં ચેન્નઈએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શિવમ દુબે (34) અને રવીન્દ્ર જાડેજા (25)એ પાંચમી વિકેટ માટે અણનમ 66 રન જોડ્યા હતા.

CSKએ આજે RCB સામે ચેપોક સ્ટેડિયમમાં વધુ એક મેચ જીતી લીધી હતી. આ સાથે જ CSK RCB સામે આ સ્ટેડિયમમાં સતત 16મા વર્ષે અપરાજિત રહી છે. બેંગલુરુએ ચેન્નઈને અહીં છેલ્લે 2008માં હરાવ્યું હતું.