Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પરંપરાગત રૂપથી ખેતી અને પર્યટન પર નિર્ભર જમ્મૂ કાશ્મીરમાં હવે નવા સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રી વિકસિત થઇ રહ્યાં છે. જૂની ઇન્ડસ્ટ્રીઝમાં નવું ઇનોવેશન ઉમેરીને તેમાં વધુ તેજી લવાઇ રહી છે. વર્ષ 2018માં જમ્મૂ કાશ્મીર સ્ટાર્ટઅપ નીતિ રજૂ થયા બાદતી ખાસ કરીને આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં તેજી આવી રહી છે. હવે તેને વિદેશી ફંડિગ પણ મળવા લાગ્યું છે. ક્યૂલ ફ્રૂટવૉલ ફાર્મ ઇન્સ્ટોલેશનના સ્થાપક ખુરમ મીરના સ્ટાર્ટઅપને બેલ્જિયમ સ્થિત ઇમ્પેક્ટ ઇન્વેસ્ટર ઇંકોફિન અને નોઇડા મુખ્યાલય વાળા ફિડલિન વેન્ચર્સ પાસેથી 60 કરોડ રૂપિયા મળ્યા છે.

મીર કહે છે કે છેલ્લા અનેક વર્ષોથી સંકટ સામે ઝઝુમી રહેલી કાશ્મીરની ઇન્ડસ્ટ્રીઝને વિદેશી અને સ્થાનિક રોકાણકારો તરફથી આ પ્રકારના સપોર્ટની જરૂર છે. મીર કેટલાક વર્ષ પહેલા જ પોતાની યુરોપની નોકરી છોડીને પોતાના પરિવારનો સફરજનનો બિઝનેસ સંભાળવા માટે કાશ્મીર પરત ફર્યા છે. જ્યારે કાશ્મીર ખીણમાં એમેજોન અને ફ્લિપકાર્ટ માટે ડિલીવરીની સુવિધા આપનારા એક લૉજિસ્ટિક સ્ટાર્ટઅપ ફાસ્ટબીટલે 2019માં લૉન્ચિંગ બાદથી સ્થાનિક રોકાણકારો પાસેથી 4 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

8-10 કરોડ રૂપિયાનો વાર્ષિક કારોબાર કરતી આ કંપનીએ જયપુર સ્થિત કેએમ ટ્રાન્સ લૉજિસ્ટિક્સ અને શાર્ક ટેન્ક ઇન્ડિયા સહિત અન્ય સ્થાનિક રોકાણકારો પાસેથી આ રોકાણ પ્રાપ્ત કર્યું છે. તદુપરાંત કાશ્મીરી વિલો (એ વૃક્ષ જેનાથી ક્રિકેટના બેટ બનાવાય છે)ની ગુણવત્તામાં સુધારો કરીને ઇન્ટરનેશનલ લેવલના ક્રિકેટ બનાવનારા સ્ટાર્ટઅપે પણ શાર્ક ટેન્ક ઇન્ડિયા પાસેથી 30 લાખ રૂપિયાનું રોકાણ હાંસલ કર્યું છે. ટ્રેંબૂ સ્પોર્ટ્સ નામનું આ સ્ટાર્ટઅપ કાશ્મીરી વિલોથી બનેલા ક્રિકેટ બેટ્સને ઇંગ્લિશ વિલો બેટ્સનું પ્રમુખ હરીફ બનાવવા માંગે છે.