Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે વિક્ટોરિયા પુલ નજીક આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બંદોબસ્તમાં રહેલી સ્ટેટિક સર્વેલસની ટીમને સ્વીફ્ટ કારમાંથી 24 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. બુધવારે રાત્રે 11:30 વાગ્યે બનેલી આ ઘટનાના પગલે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને કારચાલકની પૂછપરછ હાથ ધરી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે બિન હિસાબી રોકડની હેરફેર પર નજર રાખવા માટે તંત્ર દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી નજીક વ્હોરાના હજીરા પાસેથી પસાર થતી જીજે - 03 એમઈ - 9600 નંબરની એક સ્વીફ્ટ કારમાંથી 24 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.