Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના નેતા કેવિન મેક્કાર્થીને અમેરિકી પ્રતિનિધિ ગૃહના સ્પીકર પદ પરથી હટાવી દેવાયા છે. તેમને હટાવવા માટે અમેરિકાની સંસદના નીચલા ગૃહ એટલે કે પ્રતિનિધિ ગૃહમાં મતદાન થયું હતું. આ વોટિંગમાં મૈક્કાર્થીની રિપબ્લિકન પાર્ટીના માત્ર 8 નેતાઓએ તેમની વિરુદ્ધ વોટિંગ કર્યું હતું.


અમેરિકાનાં 234 વર્ષના સંસદીય ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે, જ્યારે સ્પીકરને આ રીતે વોટિંગમાંથી હટાવાયા છે. મૈક્કાર્થી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવમાં 210 લોકોએ તેમની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 216 લોકોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું ન હતું. જાન્યુઆરીમાં નિયુક્તિ બાદથી જ મૈક્કાર્થી નબળા સાબિત થયા હતા. તેઓ 269 દિવસ સ્પીકર રહ્યા, જે અમેરિકામાં કોઈ પણ સ્પીકરનો બીજો સૌથી ટૂંકો કાર્યકાળ છે.