શહેરોમાં થનારા અકાળે મૃત્યુ પાછળનું મોટું કારણ માર્ગ અકસ્માત છે. અકસ્માતો ઘટાડવા માટે બ્રિટન સહિત યુરોપમાં અનેક દેશો પોતાના શહેરોમાં સ્પીડ લિમિટ 32 કિ.મી/કલાક નક્કી કરી રહ્યાં છે. વાહનોની સ્પીડ લિમિટ મર્યાદિત કરવાની અસર જાણવાના આશયથી ઉત્તરી આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં ક્વીન યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યું છે. તેમાં 76 માર્ગ પર ગતિ મર્યાદા લાગૂ કરતા પહેલા, લાગૂ કરવાના એક વર્ષ બાદ અને ત્રણ વર્ષ બાદ માર્ગ અકસ્માતો, મોત, વાહનોની સંખ્યા તેમજ ગતિના આંકડાનું વિશ્લેષણ કરાયું હતું.
આ આંકડાઓની જે શહેરોમાં સ્પીડ લિમિટ નક્કી નથી એ શહેરો સાથે તુલના કરવામાં આવી હતી. સ્ટડી અનુસાર વાહનોના અકસ્માતમાં ત્રણ વર્ષ બાદ 15%નો ઘટાડો નોંધાયો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોની સંખ્યામાં એક વર્ષ બાદ 16% તેમજ ત્રણ વર્ષ બાદ 22%નો ઘટાડો નોંધાયો. ટ્રાફિકની સેરરાશ સ્પીડ એક વર્ષ બાદ 0.3 કિ.મી તેમજ ત્રણ વર્ષ બાદ 1.4 કિ.મી ઘટી હતી.
સવારે થનારા વાહનોના ટ્રાફિકમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. 32થી 48 કિ.મી/કલાકની સ્પીડ લિમિટ વાળી સડકોની તુલનામાં 48 થી 64 કિ.મી/કલાકની સ્પીડ લિમિટ ધરાવતી સડકો પર રાહદારીઓ માટે ખતરો 3.5 થી 5.5 ગણો વધ્યો હતો. અકસ્માતો નિયંત્રિત કરવા માટે 32 કિ.મી/કલાકની ગતિ મર્યાદા, ડ્રાઇવરને તાલિમ, સીસીટીવી કેમેરા, સામાજીક જાગરુકતા, સ્પીડ વોચ, પોલીસ કાર્યવાહી જરૂરી છે.